શું તું મારો હમસફર બનીશ? – Delhi Poetry Slam

શું તું મારો હમસફર બનીશ?

By Madhuri Khunt

આ નેટફ્લિક્સ જોતા ન થાકતા જમાના માં
શું તું મારી જોડે દૂરદર્શન જોઇશ?

આ સ્માર્ટફોન વગર ન ચાલતા જીવનમાં
શું તું મારો પ્રેમપત્ર વાંચીશ?

આ "દર અઠવાડિયે પિઝા ને પાસ્તા ખાવા પડે!" વાળા સમય માં
શું તું મારી જોડે બાજરા ના રોટલા ખાઈશ?

આ ઇન્સટાગ્રામ માં રીલ મુકતા ન થાકતી દુનિયા માં
શું તું મારી જોડે બે ઘડી પ્રેમ ની વાતો કરીશ?

આ બેંગકોક ને સ્વિઝર્લેન્ડ જવાના શોખ રાખતા માણસો વચ્ચે
શું તું મારી જોડે અગાસીએ તારા જોવા આવીશ?

આ ટિંડર માં ક્યારેક લેફ્ટ અને ક્યારેક રાઈટ રમતા કાળ માં
શું તું મારો હમસફર બનીશ?


4 comments

  • in this day and age, these lines have never been more meaningful ✨

    Manav
  • How deeply consoling✨
    In this era of rush for love this poetry is peace ❤️

    Palak
  • ખુબજ સરસ😍

    Palak
  • Zindgi ni aa bhagadodi ma aapda mate time aapvo a to bhulai j jai che k divas aakho km puro thy gyo a Vichartani sathe j aakho divas dhadi jai che

    Kinal

Leave a comment